હોળીમાં આ રીતે કરો વાળની માવજત


By Kisankumar Sureshkumar Prajapati07, Mar 2025 05:41 PMgujaratijagran.com

હાનિકારક રંગ

હોળીમાં ઉપયોગમાં લેવાતા રંગ હાનિકારક હોય છે. તેમાં કેમિકલ હોવાથી વાળ બરછટ થઈ જાય છે. જેના લીધે હેરફોલ થાય છે.

તેલ

હોળીમાં નારિયેળ, તલ અથવા ઓલિવ ઓઈલ માથામાં લગાવવું જોઈએ. જેનાથી વાળમાં રંગ ચોંટશે નહીં.

માથું ઢાંકવું

શક્ય હોય તો હોળી રમતી વખતે માથું ઢાંકીને રાખવું. જેનાથી વાળને પણ નુકસાન થશે નહીં.

ટાઈટ હેરસ્ટાઈલ

હોળી રમતી વખતે વાળને ખુલ્લા રાખવા નહીં. આવું કરવાથી વાળ તાળવા સુધી પહોંચશે નહીં.

હર્બલ રંગનો ઉપયોગ

હોળી રમતી વખતે હર્બલ રંગનો ઉપયોગ કરવો. તેનાથી વાળ સુરક્ષિત રહેશે.

વાળને સારી રીતે ધોવા

પહેલા વાળ પરથી રંગ હટાવી દો. પછી માઈલ્ડ શેમ્પૂથી વળ ધોવો. માથું ધોતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરવો નહીં.

ડીપ કન્ડિશનિંગ કરવું

હોળી રમ્યા પછી વાળને પોષણ આપવા માટે ડીપ કંડિશનિંગ કરવું. તેનાથી વાળ ડીહાઈડ્રેડ થશે નહીં.

Safel Ear Wax Remove: સુરક્ષિત રીતે કાન સાફ કરવા માટે આ સરળ ટિપ્સ ફોલો કરો