કાનની ખંજવાળ કે કાનનો મેલ કાઢવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર છે, જેની મદદથી તમે સુરક્ષિત રીતે કાન સાફ કરી શકો છો.
આજે અમે તમને કેટલીક ઘરેલું ટિપ્સ જણાવીશું જે તમને કાન સાફ કરવામાં ઉપયોગી થશે.
મીઠા વાળું પાણીએ કાનનો મેલ દૂર કરવા માટેનું શ્રેષ્ઠ વિકલ્પ છે જેનો ઘરે ઉપયોગ કરી શકાય છે. એક રૂના બોલથી તમારા કાનમાં મીઠાનું પાણી નાખો ત્યારબાદ 3 થી 5 મિનિટ પછી માથું વિરુદ્ધ દિશામાં ફેરવો, આનાથી પાણી બહાર આવશે અને કાનમાં મેલ પણ બહાર આવશે.
ઓલિવ તેલએ કાનના મેલને દૂર કરવા માટેનો એક સામાન્ય ઉપાય છે. ઓલિવ તેલ કાનના મેલને નરમ કરવામાં પણ મદદ કરે છે અને મેલ સરળતાથી બહાર આવે છે.
કાન સાફ કરવા માટે ડુંગળીનો રસ એક સરળ ઉપાય છે. આ માટે ડુંગળીના રસને થોડો ગરમ કરો અને તેને ડ્રોપર અથવા કોટનની મદદથી કાનમાં નાખો. કાનને વિરુદ્ધ દિશામાં નમાવો અને પછી મેલને દૂર કરવા માટે તેને ફરીથી તે જ દિશામાં નમાવો.
નવશેકા પાણીમાં નારિયેળ તેલ,ક્રશ કરેલ લસણ ઉમેરીને મિક્સ કરી તેના બે ત્રણ ટીપા કાનમાં નાખીને રૂથી કાન બંધ કરીને થોડા સમય પછી કાનમાંથી રૂ દૂર કરીને તમામ મેલ ફૂલી જશે અને બહાર આવી જશે.
સરસવના તેલને નવશેકુ ગરમ કરીને ડ્રોપર અથવા રૂની મદદથી કાનમાં નાખો અને થોડી વાર પછી કાનને નીચેની તરફ વાળીને બધો મેલ અને તેલ કાઢી લો. આમ કરવાથી કાન સારી રીતે સાફ થઈ જાય છે.
હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ સામાન્ય રીતે કાનમાંથી ગંદકી અને ઇયરવેક્સ દૂર કરવા માટે થાય છે. આ કેમિકલના ઉપયોગથી કાનમાં પરપોટા બનવા લાગે છે જે કાનમાં ભેગો થયેલ મેલને દૂર કરવાનું સરળ બનાવે છે.
એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરીને પણ કાનનો મેલ દૂર કરી શકાય છે. તેમાં એસિડિક ગુણ હોય છે તેથી તે કાનના વેક્સને દૂર કરવામાં મદદરૂપ છે.
ઉપર જણાવેલ ઘરગથ્થુ ઉપચાર અપનાવીને તમે ઘરે જ તમારા કાન સાફ કરી શકો છો. પરંતુ કાનમાં દુખાવો કે અન્ય કોઈ સમસ્યા હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો.