શિયાળામાં આ રીતે બનાવો ગાજરનો હલવો, જાણો સરળ રેસિપી


By Dimpal Goyal05, Nov 2025 11:29 AMgujaratijagran.com

ગાજરનો હલવો

શિયાળાની ઋતુમાં તાજા, લાલ-લાલ ગાજર બજારમાં છવાયેલા હોય છે. એ જ ગાજરથી બનાવેલો ગાજરનો હલવો સ્વાદમાં મસ્ત અને આરોગ્યદાયક પણ છે! નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને આ હલવો ગમે છે. ચાલો જોઈએ તેની સરળ રેસીપી

સામગ્રી

500 ગ્રામ છીણેલા ગાજર, ½ લિટર ફૂલ ફેટ દૂધ, 4-5 ચમચી ઘી, ½ કપ ખાંડ (સ્વાદ અનુસાર), કાજુ, બદામ, કિશમિશ — જરૂર મુજબ, ¼ ચમચી એલચીનો પાઉડર

સ્ટેપ 1

એક કડાઈમાં અથવા નોનસ્ટિક પેનમાં મધ્યમ તાપે ઘી ગરમ કરો. તેમાં છીણેલા ગાજર નાખીને 4-5 મિનિટ સુધી સતત હલાવતા સાંતળો.

સ્ટેપ 2

હવે તેમાં દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો. મિશ્રણને ઉકળવા દો.

સ્ટેપ 3

ઉકળ્યા પછી તાપ ધીમો કરો અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવતા રહો. તે ચોંટે નહીં તે માટે વચ્ચે વચ્ચે હલાવતા રહો.

સ્ટેપ 4

જ્યારે દૂધ લગભગ સૂકાઈ જાય, ત્યારે તેમાં ખાંડ, કાજુના ટુકડા અને કિશમિશ ઉમેરો. બધું સરખું મિક્સ કરો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવો.

સ્ટેપ 5

તેમાં એલચીનો પાઉડર નાખો અને બધાને બરાબર મિક્સ કરો અને ગેસને બંધ કરી દો.

સર્વ કરો

હલવો ગરમ અથવા ઠંડો બંને રીતે પીરસી શકાય. પીરસતા પહેલાં ઉપરથી બદામ, કાજુ અને દ્રાક્ષથી સજાવો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સાંજના નાસ્તા માટે ઝટપટ બનાવો સ્પ્રિંગ રોલ , નોધી લો રેસીપી