તુર્કીમાં 6 ફેબરુઆરીના રોજ વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ ખૂબ જ ખરાબ સ્થિતિ સર્જાઈ છે.
સીરિયાની સરહદ નજીક ગાજિયાંટેપ પ્રાંતમાં નૂરદગીથી આશરે 23 કિમી પૂર્વમાં તુર્કીના કહારનમારસમાં 7.8 તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવેલો
ત્યારબાદ પછીના નવ કલાક બાદ 7.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ કુદરતી આપદા લોકોને જીવનભર એવા જખમ આપી ગઈ કે હવે આ ઘા પૂરાતા ઘણો સમય લાગી જશે.
ભારતીય જવાનો નિસહાય લોકોને મદદ કરી રહ્યા છે. તેમના આંસુ લૂછી રહ્યા છે અને શક્ય તમામ મદદ કરી રહ્યા છે
NDRFની ટીમ કાટમાળમાથી લોકોને બચાવવા સતત પ્રયત્નશીલ છે અને ભારતીય સેના ઈજાગ્રસ્તોની સારવાર કરી રહી છે. આપદાની આ ઘડીમાં ઈન્ડિયન આર્મી અને NDRF તુર્કીના લોકો માટે મસીહા બન્યા છે
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 26 હજાર કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. એકલા તુર્કીમાં જ મૃતકોનો આંકડો 18 હજાર આસપાસ છે. 50 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભારતે આ માટે ''ઓપરેશન દોસ્ત
ભારતીય વાયુ સેનાના C-130J વિમાનમાં રાહત સામગ્રી પણ સીરિયા મોકલવામાં આવી છે. ભારત તરફથી 152 સભ્યની બનેલી NDRFની ત્રણ ટીમ તુર્કી મોકલેલી છે.
આ વિનાશકારી ભૂકંપે તુર્કીને આશરે 10 ફૂટ (5-6 મીટર) સુધી ખસેડી નાંખ્યું છે. આ આપદામાં હજારો ઈમારતોને નુકસાન થયું છે. વિશ્વ સ્વાસ્થ સંગઠનના જણાવ્યા પ્રમાણે ભૂકંપથી બે કરોડ 30 લાખ કરતા વધારે લોકો અસરગ્
ભૂકંપને લીધે તૂર્કીના અંટાક્યા, સનલિઉરફા અને સીરિયાના અલેપ્પો શહેર સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અહીં પાણી તથા વીજળી પુરવટો બંધ છે. લોકો શેલ્ટર હોમ્સમાં રહેવા માટે મજબૂર થયા છે. અહીં ખાવા-પીવાની ચીજવસ્તુ
કાટમાળમાં રહેલા જીવિત લોકોને બચાવવા માટે ભારતીય સેના અને NDRFની ટીમોએ મોરચો સંભાળ્યો છે