શિયાળામાં શરીરને ગરમી અને પોષણ બંનેની જરૂર પડે છે. આવી ઋતુમાં એવા ફળ ખાવા જોઈએ જેને તાસીર ગરમ હોય અને જે શરીરને વિટામીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોથી સમૃદ્ધ કરે. અહીં જાણો એવા ગરમ તાસીરવાળા ફળ, જે શિયાળામાં ખાસ ફાયદાકારક છે.
અંજીર ફ્રેશ અને ડ્રાય બંને રીતે ફાયદાકારક છે.તેમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક જેવા પોષક તત્વો આપે. તે શિયાળામાં શરીરને ઊર્જા અને ગરમી આપે છે.
ગરમ તાસીરવાળા ફળોમાં ખજૂર શ્રેષ્ઠ માનવામાં આવે છે. દૂધમાં ઉકાળી કે સીધું ખાઈ શકાય. મિનરલ્સ અને ઊર્જાથી ભરપૂર અને ઘણા લોકો શિયાળામાં ઘી અને ખજૂર પણ ખાતા હોય છે. તેમજ કોલેસ્ટ્રોલવાળા લોકોએ ડોક્ટરથી સલાહ લેવી.
ચીકુ સામાન્ય રીતે આખું વર્ષ મળે છે, પરંતુ તેની તાસીર ગરમ હોય છે. વિટામિન C અને ફાઇબર પણ પૂરું પાડે છે.શિયાળા દરમિયાન ચીકુને પણ ડાયટમાં સામેલ કરી શકો છો.
પપૈયું શિયાળામાં પાચન માટે ઉત્તમ છે. તેમાં વિટામિન C, ફોલેટ, પ્રોટીન અને ફાઈબર સારી માત્રામાં હોય છે.પપૈયુ શિયાળા દરમિયાન ખાવાથી પાચન સારું રહે છે અને ત્વચા પણ હેલ્ધી રહે છે.
અનાર શિયાળામાં ખૂબ ફાયદાકારક ગણાય છે અને તેની તાસીર હળવી ગરમ માનવામાં આવે છે.તે રક્ત વધારવામાં મદદ કરે છે તેમજ ઈમ્યુનિટી વધારે અને સ્કિન માટે પણ ઉત્તમ છે. અનાર શિયાળામાં શરીરને અંદરથી ગરમી અને શક્તિ આપે છે, એટલે તેને ડાયટમાં જરૂર ઉમેરવું જોઈએ.
આ માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. કોઈપણ આરોગ્ય સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લેવી.