પોષકતત્ત્વોની ઉણપના કારણે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પડે છે. આ કારણથી આ ફૂડને ડાયેટમાં સમાવેશ કરો. આ બાળકોની હાઇટ વધારવામાં મદદ કરશે.
એમિનો એસિડ, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર હોય છે સોયાબીન. આ કારણથી બાળકોના ડાયેટમાં સોયાબીન સામલે કરો. પોષકતત્ત્વોથી ભરપૂર સોયાબીન બાળકોની હાઇટમાં પણ વધારો કરી શકે છે.
ડ્રાઇ ફ્રૂટ્સ ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીને જેવા ઘણાં ન્યૂટ્રિએન્ટથી ભરપૂર હોય છે. કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, અંજીર અને દ્રાક્ષ બાળકોને ખવડાવો. રોજ એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટનું સેવન ફાયદાકારક હોય છે.
બાળકોના વિકાસ માટે દૂધ પીવું જરૂરી છે. દૂધ કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ સાથે તમે દૂધમાં કાચી હળદર મિક્સ કરીને પીવાથી તેનો ફાયદો ડબલ થઇ જય છે. એટલે જ બાળકોને હળદરવાળુ દૂધ આપો.
પોષકતત્ત્વોથી ભરપૂર લીલાં શાકભાજી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. બાળકોના ડાયેટમાં પાલક, લીલા વટાણા, મેથી, દૂધી, કારેલા જેવા વગેરે શાકભાજીનો સમાવેશ કરવો જોઇએ.
ફ્રૂટનું સેવન બાળકો માટે જરૂરી છે. બાળકોને સીઝનલ ફ્રૂટ ખવડાવો જેનાથી જરૂરી પોષકતત્ત્વો શરીરને મળશે. બાળકોને ફ્રૂટનો જ્યૂસ પણ પીવડાવો.
બાળકોને ખાવાની સાથે સલાડ પણ આપો, અને દહીં પણ ડાયેટમાં સામેલ કરો. આનાથી ગુડ બેક્ટેરિયા અને જરૂરી પોષકતત્ત્વો શરીરને મળશે, જે હાઇટ વધારવામાં મદદ કરે છે.