સિગારેટ પીનાર વ્યક્તિ સાથે રહેવાથી પણ કેન્સર થઇ શકે છે? જાણો


By Hariom Sharma05, Aug 2023 10:00 AMgujaratijagran.com

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે, દર વર્ષે સ્મોકિંગ કરવાથી લગભગ 80 લાખ લોકોને કેન્સરના કારણે મૃત્યુ થાય છે. આમાંથી 12 લાખ લોકો એવા છે જે, સ્મોકિંગ કરતા નથી. તેઓની મૃત્યુ ઇનડાયરેક્ટલી સ્મોકિંગથી થાય છે.

પૈસિવ સ્મોકિંગ શું છે?

પૈસિવ સ્મોકિંગમાં માણસ પોતાની જીવ એટલા માટે ગુમાવી દે છે કારણ કે તે સ્મોકિંગ કરનાર વ્યક્તિની આજુબાજુ અથવા સાથે રહે છે. ભારતની વાત કરીએ તો, WHOના રિપોર્ટ પ્રમાણે, ઇનડાયરેક્ટ સ્મોકિંગથી મૃત્યુ પામનારની સંખ્યા 13.5 લાખથી વધી ચૂકી છે.

પૈસિવ સ્મોકિંગનું જોખમ

ધૂમ્રપાન કરવું કોઇની પણ માટે સુરક્ષિત નથી. આ ના ધૂમ્રપાન કરતા લોકો માટે યોગ્ય છે અથવા તેઓની આજુબાજુ રહેના લોકો માટે. પૈસિવ સ્મોકિંગથી લંગ કેન્સર, હૃદયની બીમારી, શ્વાસને લગતી મુશ્કેલી, બ્લડ પ્રેશર અને અસ્થમા જેવી ગંભીર બીમારીઓ થઇ શકે છે.

મહિલા અને પુરુષો પર અસર

પૈસિવ સ્મોકિંગથી મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે. આ સિવાય ગર્ભવતી મહિલાઓ માટે આ ધૂમાડ ખૂબ જ ખતરનાક હોય છે, આનાથી બાળકના સ્વાસ્થ્ય પર અસર થાય છે. પુરુષોમાં ઇનફર્ટિલિટી વધે છે.

બાળકો પર અસર

પૈસિવ સ્મોકિંગથી બાળકોને શ્વાસને લગતી પરેશાની, અસ્થમા અટેક, કાનમાં ઇન્ફેક્શન અને સડન ઇન્ફેન્ટ ડેથ સિન્ડ્રોમ પણ થઇ શકે છે.

બચાવ

પૈસિવ સ્મોકિંગથી બચવા માટે સ્મોક કરતા વ્યક્તિથી દૂર ઊભા રહો, રોજ કસરત કરો, ઘરમાં સ્મોકિંગ ના કરો અને સૌથી વધારે યોગ્ય છે સ્મોકિંગ કરવાનું બંધ કરો.

ગુસ્સો વધારે આવે છે, ભૂલથી પણ ના ખાવ આ વસ્તુઓ