ગુસ્સો વધારે આવે છે, ભૂલથી પણ ના ખાવ આ વસ્તુઓ


By Hariom Sharma04, Aug 2023 08:19 PMgujaratijagran.com

ઘણી વાર ગુસ્સો આવવા પાછળનું કારણ ખરાબ મૂડ નથી હોતો. તમારા ગુસ્સા પાછળ તમારું ડાયેટ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. આવો જાણીએ ગુસ્સો વધારતા કયા ફૂડથી દૂર રહેવું જોઇએ.

મસાલેદાર ખોરાક

મસાલેદાર ખોરાક ગુસ્સો વધારોવાનું કામ કરે છે. જો તમે તણાવ અનુભવો છો તો, તમારે મસાલેદાર ખોરાક ખાવાથી બચવું જોઇએ. કારણ કે સ્લો મેટાબોલિજમના કારણે આ પચતુ નથી. જેનાથી એસિડિટી અને ચિડિયાપણુ વધે છે.

ટ્રાન્સ ફેટ

કેલિફોર્નિયા યુનિવર્સિટીની સ્ટડી પ્રમાણે કહેવાય છે કે, જેટલું ટ્રાન્સ ફેટ ખાવ છો, એટલો જ વધુ ગુસ્સો આવે છે. આ એટલા માટે કારણ કે ટ્રાન્સ ફેટ મેટાબોલિજમને પ્રભાવિત કરે છે.

કેફીન ડ્રિન્ક

કોફી પીવાથી પણ ઊંઘ ઉડી જાય છે અને તમને વધુ ગુસ્સો આવે છે. તમે ચિડચિડિયા બની શકો છો. ઊંઘવાના 3 કલાક પહેલા ચા અથવા કોફી પી લો.

પ્રોસેસ્ડ અને રિફાઇન્ડ ફૂડ

ઘણા લોકોને કુકીજ, ચિપ્સ અને પાસ્તા ખાવાનો ખૂબ જ શોખ હોય છો. આ તમારો ગુસ્સો વધારી શકે છે. આનાથી બ્લડ સુગર લેવલ અચાનક વધી જાય છે અને મૂડ સ્વિંગ થવા લાગે છે.

ચ્યુંગમ અને ટોફી

ચ્યુંગમ અને ટોફી ખાવાથી પાચનની સમસ્યા થઇ શકે છે. આનાથી તમારો ગુસ્સો વધી શકે છે.

ડેન્ગ્યુ દરમિયાન આ વસ્તુનું સેવન કરવાથી તાવમાંથી ઝડપથી સાજા થઈ જશો