યોગ્ય કૂકિંગ ઓઇલનો ઉપયોગ ના કરવાથી હાર્ટને નુકસાન પહોંચી શકે છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે હંમેશા હેલ્ધી કૂકિંગ ઓઇલનો જ ઉપયોગ કરવો જોઇએ. આવો જાણીએ હાર્ટ માટે કેટલાક બેસ્ટ કૂકિંગ ઓઇલ વિશે.
ઓલિવ ઓઇલમાં બનેલું ફૂડ ખાવાથી હાર્ટ સ્વસ્થ રહે છે. આમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ રહેલાં હોય છે, જે કોરોનરી આર્ટરી ડિસીઝની સાથે સાથે કાર્ડિયોવેસ્કુલર ડિસીઝના જોખમને પણ ઓછું કરે છે.
તલનું તેલ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઓછું કરે અને આર્ટરીજને પણ સ્વસ્થ રાખે છે. જેનાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ઘટે છે.
મગફળીના તેલમાં વિટામિન ઇ, પોલિઅનસેસ્ચુરેટેડ ફેટ્સની સાથે મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડની માત્રા હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને હાર્ટને હેલ્ધી રાખે છે.
સૂરજમુખીના તેલનો ઉપયોગ કરવાથી પણ હાર્ટને લગતી ઘણી બીમારીઓની સમસ્યાથી બચી શકાય છે. આમાં ઓલિક એસિડ નામનું તત્ત્વ રહેલું હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
અળસીના બીજની સાથે સાથે તેનું તેલ પણ હાર્ટ માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે. આના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, સાથે હાઇ કોલેસ્ટ્રોલથી પણ રાહત મળે છે.