વાળ ખરવા એ સામાન્ય વાત છે પરંતુ વધારે પડતાં વાળ ખરવા એ ટેન્શનની વાત છે. પુરુષોના વાળ ખરવાના કેટકલાક કારણો હોઇ શકે છે, આવો જાણીએ.
કેટલીક વાર વાળ ખરવાનું કારણ જેનેટિકલ હોય છે, એટલે કે આ સમસ્યા તમારા પરિવારામાં ચાલતી આવે છે.
વધતી ઉંમરની સાથે વાળ ખરવા લાગે છે અથવા તો સફેદ થવા લાગે છે. ઘણાં કેસમાં વાળનો ગ્રોથ ઓછો થઇ જાય છે તો ઘણાંને વાળ આવવાનું જ બંધ થઇ જાય છે.
હોર્મોન્સમાં ફેરફાર થવો પણ વાળ ખરવાનું એક મોટું કારણ છે. વધારે પડતાં ડીહાઇડ્રોટેસ્ટોસ્ટેરોનના કારણ વાળ ખરે છે.
ક્યારેક તમે એવી દવાનું સેવન કરી લો છો જેની આડસરના કારણે વાળ ખરવા લાગે છે.
જો તમે વધારે સ્ટ્રેસ લો છો તો તમારા વાળ ખરવા લાગે છે, પરંતુ જો ઓછા તણાવામાં રહેશો તો આ સમસ્યા દૂર પણ થાય છે.
વાળ ખરવાનું સૌથી મોટું કારણ છે લાઇફસ્ટાઇલ. જો તમે હેલ્ધી ફૂડની જગ્યાએ ઝંક ફૂડનું સેવન વધારે કરો છો તો તમારા વાળ ખરી શકે છે.