એક જ શાકભાજીમાં બધાં ન્યૂટ્રિએન્ટ મળવા મુશ્કેલ છે. આ કારણથી જ ડાયેટમાં અલગ અલગ રંગના શાકભાજી સામેલ કરો. આ સ્ટોરીમાં વાંચો રંગબેરંગી શાકભાજી અને તેમાં રહેલા ન્યૂટ્રિએન્ટ વિશે.
સફેદ રંગની શાકભાજીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. જે શરીરમાં સોજા ઓછા કરે છે. આ કારણથી ડાયેટમાં મૂળા, પનીર, લસણ, મશરૂમ અને સફેદ ડુંગળી ખાવી જોઇએ.
હેલ્ધી રહેવા માટે લીલાં શાકભાજી ખાવાનું તો તમે સાંભળ્યું જ હશે. આ શાકભાજીમાં આયર્નની માત્રા રહેલી હોય છે. ડાયેટમાં પાલક, બ્રોકોલી, લીલાં વટાણા ખાવા જોઇએ.
ભૂરા રંગની શાકભાજીમાં શક્કરિયા અને બટાકાને સામેલ કરો. બટાકાને શાકભાજીનો રાજા ગણવામાં આવે છે, એવી જ રીતે શક્કરિયા પણ ઘણાં પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. આ કારણથી જ ડાયેમાં આ શાકભાજીને સામેલ કરો.
લાલ અને ઓરેન્જ કલરની શાકભાજીમાં વિટામિન સી, વિટામિન એ અને બીટા-કેરોટીન હોય છે. આ કારણથી જ ડાયેટમાં કેપ્સીકમ, કોળુ અને ટામેટા સામેલ કરવા.
કેપ્સીકમ એવી શાકભાજી છે જે ત્રણ રંગોમાં મળે છે. આ શાકભાજીમાં વિટામિન એ, વિટામિન સી અને બીજા ઘણાં વિટામિનના પોષકતત્ત્વ રહેલા હોય છે. કેપ્સીકમ લાલ અને પીળા રંગના પણ હોય છે.