છેલ્લા કેટલાક સમયથી સતત બેંકના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરોમાં સતત વધારો તઈ રહ્યો છે. આ સંજોગોમાં લોકો FD તરફ વળ્યા છે.
સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેંક અત્યારે સૌથી વધુ વ્યાજ આપે છે. બેંકે 7 ઓગસ્ટ,2023થી નવા વ્યાજ દર અમલી બન્યા છે. બેંક 2 વર્ષથી 3 વર્ષની અવધિ માટે સામાન્ય નાગરિકોને 8.60 ટકા તથા સિનિયર સિટીઝનને 9.10 ટકાનું ઊંચુ વ્યાજ આપે છે.
બેંક નવા વ્યાજ દર અંતર્ગત સામાન્ય નાગરિકોને 7 દિવસથી લઈ 10 વર્ષ સુધીની મુદત માટે 4થી 8.60 ટકા વ્યાજ આપી રહી છે.
સિનિયર સિટીઝનને 7થી 10 વર્ષ સુધીની મેચ્યોરિટીવાળી FD પર 4.50 ટકાથી 9.10 ટકા સુધીના વ્યાજ આપી રહી છે. તમામ મુદત પર રોકાણકાર રૂપિયા 2 કરોડથી ઓછી થાપણ મુકી શકે છે.