શિક્ષણની માફક રોકાણ પણ જીવન શૈલીનો એક ભાગ છે. તે આર્થિક મોરચે ભવિષ્યને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કોરોના મહામારી બાદ દુનિયાભરમાં યુવા રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2022-23 દરમિયાન કુલ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં 25 વર્ષથી 35 વર્ષના યુવાનોની હિસ્સેદારી વધી છે.
શેર, બોન્ડ, કોમોડિટી, રિયલ એસ્ટેટ, કરન્સી તથા અન્ય જગ્યા પર રોકાણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. લાંબા ગાળાના રોકાણ વધારે લાભદાયક હોય છે. ટૂંકા ગાળાના રોકાણ વ્યૂહાત્મક ઈન્ટરેસ્ટ લાભ મળવા પર કેન્દ્રિત રહે છે
એસેટમાં રોકાણ કરતા પહેલા તેમની ડાયનામિક્સને સમજવી જોઈએ. તે સાથે જ કોઈના કહેવાથી રોકાણ કરવું જોઈએ નહીં, આ માટે તમારે યોગ્ય સંશોધન કરવું જોઈએ.