ઉનાળામાં કાકડીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેમાં પુષ્કળ પાણી હોય છે, તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
કાકડીમાં વિટામિન સી, વિટામિન કે, ફાઇબર,કોપર,મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.
ઉનાળામાં કાકડીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કેટલીક વસ્તુઓ સાથે કાકડી ખાવાથી સ્વાસ્થ્યને ફાયદાને બદલે નુકાસાન થઈ શકે છે.
કાકડીનું દૂધ સાથે સેવન કરવાથી અપચો જેવી સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.
કાકડી અને તરબૂચ એકસાથે ખાવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે, તેનાથી ગેસ અને પેટમાં ખેંચાણ થઈ શકે છે.
મૂળા અને કાકડીનું એકસાથે સેવન કરવાથી પાચનક્રિયામાં વિક્ષેપ પાડી શકે છે, કારણ કે કાકડીમાં એસ્કોર્બેટ હોય છે જે વિટામિન સી શોષી લે છે.
કાકડી ખાધા પછી નારંગી, દાડમ કે દ્રાક્ષનો રસ જેવા કોઈપણ ફળોનો રસ ન પીવો જોઈએ, આ એસિડ અને સુગરની સમસ્યા થઈ શકે છે.
કાકડી સાથે ટમેટાનું એકસાથે સેવન કરવાથી ગેસ અને પેટ ફુલવાની સમસ્યા થઈ શકે છે.
આ માહિતી માત્ર તમને જાગૃત કરવા માટે આપી છે, વધુ માહિતી માટે ડોક્ટરની સલાહ લો.