ઘરમાં તમે ગમે તેટલી સ્વચ્છતા રાખો તેમ છતા ક્યાંકને ક્યાંકથી વંદા ઘરમાં આવી જવાની સમસ્યાથી પરેશાન છો, તો આ ટિપ્સ અજમાવો.
ઘરના ખૂણે ખૂણે છુપાયેલા કોકરોચથી છુટકારો મેળવવા માટે તમે કાળા મરીનો સહારો લઈ શકો છો.
હવે મોપ પાણીમાં 1 ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરીને આખા ઘરને સાફ કરો. તેની સ્મેલથી ઘરમાંથી વંદો ભાગી જશે.
વંદોના આતંકથી છુટકારો મેળવવા માટે લવિંગનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એક ગ્લાસ નવશેકા પાણીમાં લવિંગનો પાઉડર મિક્સ કરી તેનાથી આખા ઘરને મોપ કરો. તેની ગંધથી વંદો ભાગવા લાગે છે.
બેકિંગ સોડા ઘર અને રસોડામાંથી કોકરોચ દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
એક ચમચી ખાવાનો સોડા અને એક ચમચી વિનેગર મિક્સ કરીને મોપ પાણીમાં મિક્સ કરીને આખા ઘરને સાફ કરો. તેનાથી ફ્લોર સાફ દેખાશે અને કોકરોચ પણ દૂર થશે.
મોપ પાણીમાં 1 લીંબુ નિચોવી અને 1-2 ચમચી મીઠું નાખો. હવે તેનાથી આખા ઘરને મોપ કરો. આનાથી તમે કોકરોચ અને કીડીઓથી છુટકારો મેળવી શકો છો.
જીવનશૈલી સંબંધિત આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.