Cleaning With Vinegar: વિનેગરની મદદથી આ ઘરગથ્થુ વસ્તુઓની સફાઈ કરો


By Vanraj Dabhi20, Sep 2024 02:12 PMgujaratijagran.com

વિનેગરનો ઘરગથ્થું ઉપયોગ

રસોડામાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જેનો ઉપયોગ રસોઈની સાથે-સાથે અન્ય ઘણી વસ્તુઓમાં પણ કરી શકાય છે. આમાંથી એક છે વિનેગર વડે તમે ઘરની ઘણી વસ્તુઓની સફાઈ કરી શકો છો.

કપડાં પરથી ડાઘ દૂર કરો

એક ચમચી બેકિંગ સોડા અને વિનેગરની મદદથી તમે કપડા પરના હઠીલા ડાઘ દૂર કરી શકો છો.

આ રીતે દૂર કરો

હવે આ પેસ્ટને સોફ્ટ બ્રશની મદદથી ડાઘવાળી જગ્યા પર લગાવો અને થોડી વાર રાખીને પછી કપડાને ધોઈ લો.

ટાઇલ્સ સાફ કરો

ઘરની ટાઇલ્સને ચમકાવવા માટે વિનેગરની મદદ લઈ શકો છો. એક બાઉલમાં 2 ચમચી વિનેગર અને થોડું પાણી મિક્સ કરો.

આ રીતે સાફ કરો

જૂના ટૂથબ્રશને વિનેગર અને પાણીના મિશ્રણમાં બોળી પછી ટાઇલ્સમાંથી ગંદકીને સાફ કરો.

ફર્નિચરની સફાઈ કરો

લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે તમે વિનેગર અને ઓલિવ ઓઈલ મિક્સ કરીને સફાઈ કરી શકો છો.

આ રીતે સફાઈ કરો

હવે આ મિશ્રણને સોફ્ટ કપડાની મદદથી ફર્નિચર પર લગાવીને સાફ કરો, આ લાકડાના ફર્નિચર પરના ડાઘા દૂર કરે છે.

અરીસો ચમકાવો

વિનેગર અને પાણીનું સોલ્યુશન તૈયાર કરીને તેને આ સ્પ્રે બોટલમાં ભરીને અરીસા કે કાચની બારીઓ પર છાંટીને સુતરાઉ કાપડ કે માઇક્રોફાઇબર કાપડથી અરીસાને બફ કરો.

વાંચતા રહો

આ ઘરગથ્થુ વસ્તુઓને વિનેગરની મદદથી ચમકદાર બનાવી શકાય છે.આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પ્રોટીનની ઉણપને કારણે શું થાય છે? જાણી લો