જો તમે બાળકો સાથે જઈ રહ્યા છો તો સામાન્ય નાસ્તો તમારી સાથે રાખો. સ્નેક્સ અને લાઈટ ડ્રિંક્સની બોટલ સાથે રાખો.
એક નાની મેડિકલ કિટ બનાવી લો. તેમાં ડિટોલ, બોરપ્લસ, પેરાસિટામોલ, પેટમાં દુખાવાની દવાઓ રાખો.
તમારી સાથે જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડની ફોટો કોપી સાથે રાખો.
મહાકુંભમાં જતી વખતે કિંમતી વસ્તુઓ જેવા કે સોના,ચાંદી અથવા અન્ય સામાન સાથે ન રાખશો. ચોરી થઈ શકે છે.
મહાકુંભમાં જતી વખતે થોડી કેશ ચોક્કસપણે તમારી સાથે રાખો. જે કાળજી સાથે રાખવી.