શિયાળામાં ઘણી પ્રકારના લીલા શાકભાજી માર્કેટમાં જોવા મળે છે, ઠંડા વાતાવરણમાં ઘણા લોકો પુરી અને પરાઠા ખાવાનું પસંદ કરતા હોય છે.
જો તમને શિયાળામાં મસાલેદાર અને સ્વાદિષ્ટ નાસ્તો જોઈએ છે, તો આજે અમે તમને પાલક અને મેથીની પુરીની રેસિપી જણાવીશું.
ઘઉંનો લોટ, પાલક, મેથી, આદુની પેસ્ટ, લીલું મરચું, ગરમ મસાલો, આમચૂરણ, તેલ, ચાટ મસાલો અને કોથમરી.
સૌ પ્રથમ પાલક અને મેથીને ધોઈને પાણીમાં ઉકાળી પાલક અને મેથીની પેસ્ટ પણ બનાવી લો.
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળી તેમાં તેલ,પાલક-મેથીની પેસ્ટ અને મીઠું-મસાલા ઉમેરી તેને મસળી લોટ બાંધી લો.
હવે લોચમાંથી નાના લૂઆ બનાવી પુરીઓ બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને આ પુરીઓને તળી લો.
મેથી અને પાલકની પુરીઓ તૈયાર છે. તમે આને નાસ્તા અથવા સાંજના નાસ્તા તરીકે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.