દરેક ગુજરાતી કિચનમાં દાળ-શાક ફરસાણ વગેરેમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, આજે અમે તમને તેની સરળ રેસીપી જણાવીશું.
દગલફુલ,તમાલપત્ર, જાયફળ, કાળા મરી, બડિયા, જીરું, તજ, કાળી એલચી, લીલી ઈલાયચી, જવિત્રી,લવિંગ.
સૌ પ્રથમ એક પેનમાં જાયફળ, કાળા મરી, બડિયા ઉમેરીને હળવા શેકીને એક પ્લેટમાં કાઢી લો.
હવે તે પનમાં તજ, કાળી એલચી, લીલી ઈલાયચી, જવિત્રી,લવિંગ વગેરે ઉમેરીને શેકી પ્લેટમાં કાઢી લો.
હવે તેમાં દગલફુલ,તમાલપત્રને પણ હળવા શેકી અને પ્લેટમાં રાખો.
હવે જીરુંને શેકી લો અને પછી બધી સામગ્રીને એક પ્લટમાં મિક્સ કરી લો.
હવે મિક્સર જારમાં સામગ્રી ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
તૈયાર છે ગુજરાતી ગરમ મસાલો, તમે શાક, દાળ કે ફરસાણમાં ઉપયોગ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.