સ્વસ્થ વાળ માટે મહેંદીમા મિક્સ કરી લગાવો આ વસ્તુઓ


By Prince Solanki22, Dec 2023 07:37 PMgujaratijagran.com

મહેંદી

વાળમા મહેંદી લગાવવાથી તેમા નેચરલ કલર મળે છે. જો તમે મેહંદીમા કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવો છો તો તમારા વાળનો ગ્રોથ સારો થાય છે. ચલો જાણીએ મહેંદીમા શુ મિલાવીને લગાવવાથી વાળને ફાયદો મળે છે.

લીંબુ

વાળને સ્વસ્થ રાખવા માટે લીંબુના રસને મહેંદીમા મિલાવીને લગાવવાથી વાળને ફાયદો મળે છે. તેમા રહેલા એંટી ફંગલ ગુણ વાળમા જોવા મળતી ખોડાની સમસ્યાને દૂર કરે છે.

કેળા

મહેંદીમા કેળાના પેસ્ટને મિલાવીને મિક્સ કરો. આ પેસ્ટને મિલાવીને વાળમા લગાવવાથી વાળ ચમકદાર બને છે.

મેથી

સ્વસ્થ વાળ માટે તમે મહેંદીમા 3 થી 4 ચમચી આંબળા અને મેથીના પાઉડર સારી રીતે મિલાવીને મિક્સ કરો. હવે તમે નવસેકા પાણીમા ગરમ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. પછી તેને વાળમા લગાવો.

ડુંગળીનો રસ

એંટી ફંગલ અને એંટી માઈક્રોબિયલ ગુણ ભરપૂર માત્રામા હોય છે. ડુંગળીના રસને મહેંદીમા મિલાવીને વાળમા લગાવવાથી માથાનો ભાગ સાફ રહે છે.

દહીં

વાળને નેચરલી સ્વસ્થ રાખવા માટે તમે દહીં અને મેહેંદીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો ત્યારબાદ આ પેસ્ટને વાળમા લગાવો. તેનાથી વાળ ડેમેજ થતા બચે છે.

મુલતાની માટી

સ્વસ્થ વાળ માટે મુલતાની માટીને મહેંદીમા મિક્સ કરીને વાળમા લગાવો. તે વાળમા જમા થયેલા વધારાના ઓઈલને દૂર કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા શરીરને ગરમ રાખશે આ 5 કસરત