દરેકની ઈચ્છા હોય છે કે લગ્નજીવન બાદનુ જીવન ખુશીઓથી ભરેલુ રહે પરંતુ લગ્ન બાદ કેટલીક ભૂલો તમારા લગ્નજીવનને બગાડી શકે છે.
પતિ અને પત્ની લગ્નજીવનમા ક્યારેક એવી સામાન્ય ભૂલો કરતા હોય છે કે તેનાથી લગ્નજીવન પર ખરાબ પ્રભાવ પડતો હોય છે. જો આ ભૂલોને સમયસર સુધારવામા ન આવે તો આ તમારા સંબધને તોડી પણ શકે છે.
આપણે ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડને તો સમય આપીએ છીએ પણ લગ્ન બાદ ઘણા કપલ એકબીજાને સમય આપતા નથી.
સામાન્ય રીતે પત્નીઓ પોતાના પાર્ટનર પર વધારે શક કરતી હોય છે. સંબધોમા કારણ વગર શક કરવો પણ યોગ્ય વાત નથી. તેના કારણે પરિવારમા ઝગડા શરુ થતા હોય છે.
સામાન્ય રીતે પોતાની ભૂલોને છુપાવવા માટે જૂઠનો સહારો લેતા હોય છે. જોકે લગ્નજીવનમા પાર્ટનર સામે જૂઠુ બોલવુ તમારા સંબધને ખતરામા મૂકી શકે છે.
સામાન્ય રીતે ઘણા કપલ કોઈ સમસ્યાને ટાળવાનો પ્રયાસ કરતા હોય છે. લગ્નજીવનમા સમસ્યાને ટાળવા કરતા પાર્ટનર સાથે વાતચીત કરી સમાધાન લાવવુ વધારે હિતાવહ છે.
પતિ અને પત્ની વચ્ચે વાતચીત ક્યારેય બંધ ન થવી જોઈએ. એવુ માનવામા આવે છે કે કપલ વચ્ચે વાતચીત બંધ થવી એ સંબધ તૂટવાનો સંકેત છે.
સામાન્ય રીતે એવુ જોવા મળતુ હોય છે કે પોતાના પત્ની અને પતિની કોઈવાતને લઈને ટીકા સામે કરવાનુ ટાળે છે. પીઠ પાછળ પાર્ટનર ટીકા કરવી સંબધ માટે સારી વાત નથી. આ ભૂલ કરવાથી સંબધનો અંત પણ આવી શકે છે.