ચહેરા પર ગ્લો લાવવા માટે સંતરાની છાલથી બનાવેલ ફેસ માસ્ક લગાવો. સંતરામાં વિટામિન-સીનું પ્રમાણ વધારે હોય છે, જે ડાર્ક સ્પોટ્સને ઓછા કરે છે. આ સાથે જ તેને લગાવવાથી નેચરલ કોલેજન વધે છે.
સંતરાની છાલને તડકામાં સૂકવીને મિક્સરમાં પીસી લો. હવે આ પાવડરમાં ચપટી હળદર અને 1 ચમચી દૂધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી લો અને થોડા સમય બાદ પાણીથી ધોઈ લો.
ચહેરા પર ગ્લો લાવવા માટે કેળાની છાલનો ઉપયોગ કરો. કેળાની છાલમાં રહેલ એન્ટી ઑક્સિડેન્ટ્સ ડાર્ક સ્પોટ્સને ઘટાડે છે. આ સાથે જ તેનો ફેસ માસ્ક લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે.
કેળાની છાલ પર એલોવેરા લગાવીને તેનાથી ચહેરા પર મસાજ કરો. આ ઉપરાંત છાલને કાપીને તેમાં મધ મિક્સ કરીને ફેસ પર લગાવો.
સફરજનની છાલથી બનેલ પાવડર ફેસ પર લગાવવાથી ફાયદો મળશે. આ માટે છાલને તડકામાં સૂકીને પીસી નાંખો. જે બાદ વાટકીમાં 2 ચમચી છાલનો પાવડર અને 2 ચમચી દહી મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવીને રાખો.
પપૈયામાં એન્જાઈમનું પ્રમાણ વધારે હોય છે. આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ડેડ સેલ્સ નીકળી જાય છે. આ માટે છાલને પીસીને તેમાં હેલ્ધી અને કાચુ દૂધ મિક્સ કરો. જે બાદ તેને ચહેરા પર લગાવીને 15 મિનિટ રાખ્યા બાદ પાણીથી ધોઈ લો.
લીંબુની છાલમાં રહેલ વિટામિન-સી ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. આ માટે લીંબુની છાલનો પાવડર બનાવીને તેમાં 2 ચમચી પાણી મિક્સ કરો અને ચહેરા પર લગાવી દો.