સવારે વહેલા ઉઠીને ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં રહેલ વિષક તત્વો બહાર નીકળી જાય છે. આ સાથે જ શરીરનું મેટાબોલિજ્મ પણ સુધરે છે.
સવારે ઉઠીને તમારા બન્ને હાથોથી આંખોને કવર કરો અને આ પોઝિશનમાં 2 મિનિટ સુધી રહો. આમ કરવાથી આંખોને આરામ મળશે અને તમે હેલ્ધી અનુભવશો.
સવારે ઉઠીને નૉર્મલ પાણીથી આંખોને ધોવાથી આંખો સ્વસ્થ રહે છે. જે આંખોની રોશની વધારવામાં પણ મદદ કરે છે.
સવારે ઉઠીને જ્યૂસ પીવાની આદત તમને હેલ્ધી રાખે છે. આ સાથે જ જો તમે સવારે ઉઠીને બીટનું જ્યૂસ પીવો છો, તો તેનાથી તમારી ઈમ્યૂનિટી મજબૂત બને છે.
દરરોજ સવારે ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી આંખોની રોશની તેજ થાય છે. આ સાથે જ તે આર્થરાઈટિસ અને અસ્થમાની સમસ્યા પણ દૂર કરે છે.
દરરોજ સવારે એક્સરસાઈઝ કરવાથી તમે સ્વસ્થ રહેવા ઉપરાંત આખો દિવસ એનર્જેટિક પણ રહો છો. આ માટે દરરોજ સવારે ઉઠીને એક્સરસાઈઝ જરૂર કરો.