Parenting Tips: બાળકો સામે ભૂલથી પણ આવી વાતો કરવાનું ટાળો


By Sanket M Parekh03, Sep 2023 04:04 PMgujaratijagran.com

બુરાઈ કરવાનું ટાળો

બાળકો સામે ક્યારેય પણ એકબીજાની બુરાઈ ના કરવી જોઈએ. આમ કરવાથી તેમના મગજ પર ખરાબ અસર પડે છે.

પૈસાની વાત ના કરો

માતા-પિતાએ પોતાના પૈસા સાથે સંકળાયેલી કોઈ પણ સમસ્યા વિશે બાળકો સામે વાત ના કરવી જોઈએ. જેનાથી તેઓને પોતાને બોજો સમજવા લાગશે.

બીમારીઓ વિશે ના બોલશો

જો તમે કોઈ બીમારીથી પરેશાન હોવ, તો તેના વિશે એકલામાં વાતચીત કરો. આવી વાતો સાંભળીને બાળકો ઉદાસ થઈ શકે છે.

સરખામણી ના કરો

ક્યારેય પણ તમારા બાળકની સરખામણી કોઈ બીજા બાળક સાથે ના કરવી જોઈએ. આમ કરવાથી તેઓ પોતાને અન્ય કરતાં ઓછા આંકવા લાગે છે.

ખરાબ ભાષાનો ઉપયોગ

બાળકો સામે ક્યારેય પણ કોઈ ખોટા શબ્દો બોલાવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી આગળ જતાં બાળકો પણ આવી ખોટી ભાષાનો ઉપયોગ કરતા થઈ શકે છે.

ઝઘડો કરવો

કોઈ પણ વાતને લઈને બાળકો સામે ઝઘડો ના કરવો જોઈએ. આ દરમિયાન તમે તમારા પાર્ટનરને કંઈક ખોટું બોલી બેસો છો, જેની સીધી અસર તમારા બાળક પર પડશે.

જૂઠ્ઠુ ના બોલશો

બાળકો સમક્ષ કોઈ પણ વાતને લઈને એકબીજા સાથે જૂઠ્ઠુ બોલાવાથી બચવું જોઈએ. આમ કરવાથી બાળકો પણ ખોટી આદત શીખી શકે છે.

રવીના ટંડનની દિકરીના શાનદાર લુક, જુઓ