રાત્રે એકલા ફરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ?


By Bhavesh Chaudhary31, Aug 2024 06:41 PMgujaratijagran.com

આજે દેશની દરેક વ્યક્તિ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. જ્યારે પણ તેઓ રાત્રે રસ્તા પર એકલા ફરતા હોય છે ત્યારે તેના મગજમાં અનેક પ્રકારના ખરાબ વિચારો આવે છે. આથી રાત્રે એકલા ફરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ભીડવાળી જગ્યાએ રહો

જો તમારે રાત્રે ઘરની બહાર જવાનું હોય તો ભીડવાળી જગ્યાએ જવું જોઈએ અને અંધારાવાળી જગ્યાએથી દૂર રહેવું જોઈએ.

સજાગ રહો

જ્યારે તમે મોડી રાત્રે ઘરની બહાર જાવ ત્યારે આસપાસમાં કોઈપણ પ્રવૃત્તિ તમને યોગ્ય નથી લાગતી તો સાવચેત રહેવું જરૂરી છે.

પરિવારના સભ્યોને જાણ કરો

રાત્રે એકલા ક્યાંય જતા પહેલા તમારા પરિવારમાંથી કોઈને કહીને જવું ખુબ જરૂરી છે અને શક્ય હોય તો કયા સમયે પાછા આવશો તે પણ જણાવવું જરૂરી છે.

ફોન સાથે રાખો

જો કોઈ કારણોસર તમારે રાત્રે ક્યાંક એકલા જવાનું થાય તો પહેલા ફોનને ચાર્જ કરીને તમારી સાથે રાખો જેથી કરીને કોઈપણ સ્થિતિમાં તમે કોઈને તાત્કાલિક ફોન કરી શકો.

કંઈક વિચિત્ર લાગે તો શું કરવું?

જો તમે મોડી રાત્રે એકલા હોવ ત્યારે કોઈ તમને ફોલો કરી રહ્યું હોય અથવા તમને કંઈક અજુગતું લાગે તો તરત જ નીકળી જવું ખૂબ જરૂરી છે.

અજાણી વ્યક્તિ સાથે વાત ન કરો

રાત્રે એકલા ફરતી વખતે જો કોઈ અજાણી વ્યક્તિ તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરે તો તેની સાથે વાત કરવાનું ટાળીને કોઈ જાહેર જગ્યા તરફ જવું જરૂરી છે.

અસુરક્ષિત લાગે તો શું કરવું?

જો તમે એકલા ચાલતી વખતે અસુરક્ષિત લાગે છે તો તરત જ ઘરેથી કોઈને ફોન કરો અથવા પરિવારના સભ્ય આવે ત્યાં સુધી તેમની સાથે વિડિયો કોલ વાત કરી શકો છો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Masala Aloo Bhindi: મસાલેદાર ભીંડા બટાકાનું શાક બનાવવાની પરફેક્ટ રેસીપી