વાસ્તુ શાસ્ત્રમાં સુખ-સમૃદ્ધિમાં વધારો કરવા માટેના કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. જેને અનુસરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.
ઘણી વખત આપણે અજાણતા અમુક ભૂલો કરી નાખીએ છીએ, જેના કારણે ઘરમાં નકારાત્મકતા રહે છે.
ઘરમાં તમે જે જગ્યાએ અન્ન રાખતા હોવ તે કદી ખાલી ન થવા દો. અન્ન જો ખાલી થવા આવ્યું હોય તો તેને તાત્કાલીક ભરી દો.
બાથરુમમાં ખાલી ડોલ કદી ન રાખવી જોઈએ.
તમારે ધ્યાન રાખવું જોઈએ કે તિજારોની કદી પણ પૂરી ખાલી ન રાખવી જોઈએ. ખાલી તિજોરી કંગાળી લાવે છે.
ઘરમાં સકારાત્મકતા લાવવા માટે કદી પણ કોઈની નિંદા ન કરવી જોઈએ. કોઈની નિંદા કરવાથી તમારા જ પાપોમાં વધારો થાય છે.
એવુ કહેવામાં આવ્યું છે કે પાકિટ કદી પણ ખાલી ન રાખવું જોઈએ, તેમાં હંમેશા નાની રકમ તો રાખવી જ જોઈએ.