સામાન્ય રીતે બહારનું ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી માનવામાં આવતું, મોટાભાગે આપણને ઘરનું ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ એવા કેટલાક ખોરાક છે જે તમે સ્ટ્રીટ પર ખાઈ શકો છો અને તે હેલ્ધી પણ છે
મગના દાળના ચિલા બહાર તમે સ્ટ્રીટ પરથી ખાઈ શકો છો, આમાં ફાઈબર અને પ્રોટીન સારી માત્રામાં હોય છે, જે તમારા સ્વાસ્થ્યને સારું કરવામાં મદદ કરે છે
ભેળપૂરી પણ તમે સ્ટ્રીટ પરથી ખાઈ શકો છો, આમાં સેકેલા મમરા, શીંગ, ડુંગળી ટામેટા અને મસાલા જેવા હેલ્ધી ઇન્ગ્રીડયટ્સ હોય છે.
કુલ્ફી દૂધ અને ડ્રાય ફ્રુટ્સથી બનાવવામાં આવે છે ,જે શરીના સ્વાસ્થ્યને ફાયદો કરે છે. કુલ્ફીમાં જોકે મોટા પ્રમાણમાં ખાંડ પણ હોય છે એટલે ડાયાબિટીસના દર્દીઓ તેનાથી દૂર રહેવું જોઇએ.
ચોમાસામાં સ્ટ્રીટ અને હાઇવે પર ઘણી જગ્યાએ મકાઈ ડોડા વેચાય છે. મકાઈ ડોડામાં ફાઈબર અને પ્રોટીનની સારી માત્રા હોય છે
બાફેલા ચણામાં ડુંગળી, ટામેટા, મસાલા, લીંબુનો રસ, કોથમીર વગેરે નાખીને બનાવવામાં આવે છે જે એક હેલ્ધી ડિશ છે.
સ્ટ્રીટ ફૂડમાં તમે શક્કરિયાનો ચાટ પણ ખાઈ શકો છો, આમા ઘણા જરુરી વિટામીન્સ અને મિનરલ્સ હોય છે.
દહીં ભલ્લા પણ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી છે, આમા ભલ્લા અડદની દાળ થી બને છે જેમાં પ્રોટિન, ફોલિક એસિડ, વિટામીન્સ રહેલા હોય છે