Eating Tips: રાત્રે અતિશય ખોરાક લેવાથી બચવું હોય, તો આ ટિપ્સ ફોલો કરો


By Bhavesh Chaudhary21, Jul 2024 07:07 PMgujaratijagran.com

અતિશય ખાવું

હંમેશા રાત્રે હળવો અને હેલ્ધી ફ્રુટ ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. પરંતુ ઘણા લોકો રાત્રે અતિશય ખાવાનું પસંદ કરે છે. તો ચાલો જાણીએ તેનાથી બચવા માટેની ટિપ્સ.

અતિશય આહાર

જ્યારે તમે ભૂખ કરતા વધારે ખોરાકનું સેવન કરો ત્યારે તેને અતિશય આહાર કહેવામાં આવે છે. તેનાથી બચવા માટે ડાયટિશિયન શિવાલી ગુપ્તા પાસેથી કેટલીક ટિપ્સ વિશે જાણીશું.

ભરપૂર પાણી

જો તમે રાત્રે અતિશય આહારથી બચવા માંગો છો તો તમે પુરતા પ્રમાણમાં પાણી પી શકો છો, જેનાથી પેટ ભરેલું રહે છે.

ફાઈબર

કોબી, બ્રોકોલી, કાકડી અને ડુંગળી જેવી વસ્તુઓમાં ફાઈબર મળી આવે છે જે ખાવાથી તમારુ પાચનતંત્ર સુધરે છે.

ખોરાક

રાત્રે અતિશય ખોરાક ટાળવા માટે દિવસ દરમિયાન થોડા-થોડા સમયે ભોજન લેવું જોઈએ જેનાથી તમારું પેટ ભરેલું રહે છે અને રાત્રે ભૂખ પણ લાગતી નથી.

ખોરાક ચાવવો

જો તમારે અતિશય ખાવાનું ટાળવું હોય તો ખોરાક ચાવી-ચાવીને ખાવો જોઈએ જેના કારણે તમને પોષક તત્વો મળી રહે છે અને ભૂખ ઝડપથી લાગતી નથી.

નાસ્તો ટાળવો નહીં

તમારે નાસ્તો બિલકુલ ટાળવો જોઈએ નહીં જેના કારણે તમને રાત્રે ભૂખ ઓછી લાગે છે અને અતિશય ખાવાનું મન થતું નથી.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kidney Health: આ રીતે કિડનીનો કચરો દૂર કરો