પેટની ચરબી ઝડપથી ઘટાડશે આ બીજ


By Hariom Sharma2023-04-30, 18:28 ISTgujaratijagran.com

ચરબી

ચરબી ઘટાડવા માટે લોકો ખૂબ જ મહેનત કરતાં હોય છે, પરંતુ પ્રોપર ડાયેટ ના હોવના કારણે વજનમાં ઘટાડો થતો નથી. આવો જાણી કંઇ વસ્તુઓના સેવનથી ઘટશે પેટની ચરબી.

કોળાના બીજ

જો તમે વજન ઘટાડવામાં માગો છો તો કોળાના બીજનું સેવન ઉત્તમ ગણવામાં આવે છે. આને રોસ્ટ કરીને રોજ સ્નેક્સ તરીકે ખાવાથી શરીરમાં ઝિંક જેવા પોષકતત્ત્વોની ઉણપ દૂર થાય છે અને મેટાબોલિઝમ બુસ્ટ થાય છે.

તરબૂચના બીજ

તરબૂચના બીજ પણ વેટ લોસમાં ઘણી મદદ કરે છે. સ્થૂળતા ઘટાડવા માટે તમે આને કાચા પણ ખાઇ શકો છો અથવા તેને તડકામાં સૂકવીને ખાવ.

ચિયા સિડ્સ

ચિયા સિડ્સ એક ફાયબર ફૂડ છે, આનું સેવન તમારી ભૂખને શાંત રાખે છે. ચિયા સિડ્સની તમે સ્મૂધી પણ બનાવી પણ સેવન કરી શકો છો.

તલ

તલ પણ એક ફાયબર ફૂડ છે, આના સેવનથી પણ તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ગોળ અને તલના લાડુ પણ ખાઇ શકો છો, અથવા તેને કોઇ વાનગી સાથે મિક્સ કરીને પણ સેવન કરી શકો છો.

ભાંગના બીજ

ભાંગના બીજથી પણ ફેટ બર્ન કરી શકાય છે. આને રોસ્ટ કરીને ખાવાથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે.

કસરત કરો

આ બધાં સાથે તમે રોજ કસરત અને યોગ પણ જરૂર કરો. ખાવામાં વિશેષ ધ્યાન આપો. ઝંક ફૂડ અને તળેલી વસ્તુઓના સેવનથી દૂર રહો.

વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 6.5 ટકા દરથી વૃદ્ધિ પામશે