વધારે તણાવ લેવાથી હાર્ટને થશે આ નુક્સાન, આજથી જ ચિંતા છોડો


By Sanket M Parekh2023-04-30, 16:33 ISTgujaratijagran.com

હાઈ બ્લડ પ્રેશર

સ્ટ્રેસ લેવાથી બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે. જેથી આર્ટરીઝમાં ઈલાસ્ટિસિટી ઓછી થવા લાગે છે, જેના કારણે આર્ટરીજ ડેમેજ થઈ શકે છે. એવામાં હાર્ટ સુધી બ્લડ અને ઑક્સિજનનો સપ્લાય ઓછો થઈ શકે છે.

હાર્ટ સ્ટ્રોક

સ્ટ્રેસ લેવાથી હાર્ટ મસલ્સ સુધી બ્લડ ફ્લો યોગ્ય રીતે નથી થતો. જેથી ઑક્સિજન અને બ્લડ ફ્લો પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં શરીરમાં બ્લડ ક્લૉટ્સ બનવા લાગે છે, જેના કારણે હાર્ટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

કોરોનરી આર્ટરી ડિસીઝ

વધારે સ્ટ્રેસ લેવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે, જેથી બ્લડ સપ્લાય કરતી ધમનીઓમાં પ્લાક જામી જાય છે. જેના કારણે તમને કોરોનરી આર્ટરી ડિસીઝનો સામનો કરવો પડી શકે છે.

હાર્ટ એટેક

લાંબા સમય સુધી સ્ટ્રેસ કે એન્જાઈટીમાં રહેવાની આદત તમને હાર્ટ એટેકના ખતરામાં નાંખી શકે છે. એવામાં હાર્ટમાં બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે. જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

મોટાપો

સ્ટ્રેસ લેવાથી કોર્ટિસોલનું લેવલ વધી જાય છે. જેથી તમે ઑવર ઈટિંગ કરો છો અને મોટાપો વધે છે. જે હાર્ટ માટે નુક્સાનદાયક નીવડી શકે છે.

જાહ્નવી કપૂરે પર્પલ ગાઉનમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, જુઓ તસવીરો