આમળા ખાવાથી શરીરથી લઈને વાળ સુધી અનેક ફાયદા થાય છે. સાથે જ કેટલાક લોકોના સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન પણ કરે છે. આવી સ્થિતિમાં આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે ક્યા લોકોએ વધુ પ્રમાણામાં આમળા ન ખાવા જોઈએ.
જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ટાળવું જોઈએ.તેમાં રહેલ વિટામિન-સીની વધુ માત્રા ગેસની સમસ્યાને વધારે છે.
જો તમે તાજેતરમાં સર્જરી કરાવી હોય તો તમારે આમળા ખાવાનું ટાળવું જોઈએ.તેનું સેવન કરવાથી રક્તસ્ત્રાવ થવાનો ખતરો રહે છે.
આમળામાં રહેલા કેટલાક તત્વો ડિહાઇડ્રેશનની સમસ્યાને વધારી શકે છે. જો તમારી ત્વચા શુષ્ક છે, તો તમારે તેને ખાવાની સાથે પુષ્કળ પાણી પીવું જોઈએ.
આમળા ખાવાથી બ્લડ સુગર લેવલ ઓછું થાય છે. આવી સ્થિતિમાં જો તમે બ્લડ સુગરના દર્દી છો તો તમારે આમળાનું સેવન ન કરવું જોઈએ.
આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જેનાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આમળાનું વધુ સેવન કરવાથી મળ સખત થઈ શકે છે.
જો તમને પહેલાથી જ લોહી સંબંધિત કોઈ બીમારી છે તો તમારે આમળાનું સેવન ન કરવું જોઈએ. આવા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ આમળા ખાવો જોઈએ.
આમળામાં વિટામિન-સી હોય છે, જેનું વધુ સેવન કરવામાં આવે તો પેશાબમાં બળતરા થઆય છે.