ઘણા લોકોને મશરૂમથી બનેવી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ કોઈપણ વસ્તુંનું વધુ પડતું સેવન જોખમકારક પણ સાબિત થઈ શકે છે. જો તમે પણ વધારે પ્રમાણમાં મશરૂમ ખાવ છો, તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
જો મશરૂમ ખાવું તમને અનુકૂળ નથી,તો તે તમારા ઉર્જા સ્તરને ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં તેનાથી બચવું જોઈએ.
કેટલાક લોકોને મશરૂમ ખાવાથી એલર્જી થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમને ત્વચા પર ફોલ્લીઓ અને બળતરાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જો તમને પહેલાથી જ કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓ છે, તો મશરૂમનું સેવન ટાળવું જોઈએ. તેને વધારે ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે.
જો વધુ પડતું સેવન કરવામાં આવે તો તેનાથી માથાનો દુખાવો થઈ શકે છે. જો તમને પહેલાથી જ આ સમસ્યા છે,તો તમારે મશરૂમથી દૂર રહેવું જોઈએ.
મશરૂમનું વધુ પડતું સેવન પણ કેટલાક લોકોમાં ચિંતાનું કારણ બને છે. આવી સ્થિતિમાં વધુ ખાવાનું ટાળવું જોઈએ.
જો તમે ગર્ભાવતી હોવ તો તમારે મશરૂમનું સેવન ટાળવું જોઈએ.તેને વધારે ખાવાથી તમાર સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
મશરૂમ ખાવાની આ સૌથી ખતરનાક આડઅસર છે. મશરૂમના વધુ પડતા સેવનથી ઘણા લોકોને પેનિક એટેક જેવી સમસ્યા પણ થઈ શકે છે.