મગની દાળમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરે છે.
મગમાં પ્રોટીન, ડાયેટરી ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને આયર્ન જેવા ઘણા ખનિજો જોવા મળે છે.
મગને ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. કેટલાક લોકો તેના પુડલા બનાવીને ખાય છે તો કેટલાક તેની ખીચડી બનાવે છે.પરંતુ સૌથી આરોગ્યપ્રદ વિકલ્પ છે સ્પ્રાઉટ્સ ખાવામાં છે.
જે લોકોને કિડનીની સમસ્યા હોય અથવા યુરિક એસિડ વધી ગયું હોય તેમણે સ્પ્રાઉટનું સેવન ટાળવું જોઈએ.
નિષ્ણાતોના મતે, કઠોળમાં પ્યુરિન અથવા પ્રોટીન વધુ હોવાથી યુરિક એસિડના દર્દીઓ માટે યુરિક એસિડનું સ્તર વધી શકે છે અને સાંધામાં વધુ દુખાવો થાય છે.
કિડનીના દર્દીઓ કઠોળનું સેવન ટાળવું જોઈએ, કારણ કે સ્પ્રાઉટ્સનું સેવનથી ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.