દૂધ અને કેળાનું મિશ્રણ પાચન વ્યવસ્થાને અસર કરી શકે છે. તે પાચનને ધીમુ કરી શકે છે. પેટ ભારે, ગેસ અને અપચાની સમસ્યા સર્જાઈ શકે છે.
આ બન્નેને એક સાથે ખાવાથી શરીરમાં ટોક્સિન્સ સર્જાય છે અને તેથી એલર્જી, શરદી સહિત કેટલીક સમસ્યા સર્જાઈ શકે છે.
દૂધ અને કેળામાં કેલરી ભરપૂર પ્રમાણમાં હોય છે. એક સાથે ખાવાથી શરીરમાં બિનજરૂરી કેલરીનું પ્રમાણ વધી જાય છે. જેથી વજન વધે છે.
કેટલાક લોકોનું માનવું છે કે દૂધ અને કેળાનું સંયોજન ખાવાથી એલર્જી થઈ શકે છે. ત્વચા પર રેશા, ખંજવાળ, અથવા અન્ય સમસ્યા સર્જાઈ શકે છે.
કેળા અને દૂધનું મિશ્રણ શરીરમાં આળસ અને થાકનો અહેસાસ કરાવી શકે છે. આ માહિતી સામાન્ય છે. વધુ માહિતી માટે નિષ્ણાતનો સંપર્ક કરી શકાય છે.