સુંગંધી ઈલાયચી તમારા મોંઢાની દુર્ગંધ એકઝાટકે દૂર કરી શકે છે. દરરોજ સવારે ખાલી પેટ 2 ઈલાયચી ચાવી જાવ, જે શ્વાસમાં તાજગી લાવે છે.
દરરોજ તુલસીના 3-4 પત્તા ચાવી જવાથી પણ મોંઢાની દુર્ગંધ દૂર થાય છે. આ સાથે જ મોંઢામાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ થાય છે.
વિટામિન-સી, લિનોલિક એસિડ અને ફ્રુક્ટોજથી ભરપુર ત્રિફળાના ચુરણને હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી પણ મોંઢાની દુર્ગંધ દૂર થાય છે.
એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપુર લીમડાની ડાળીનું દાતણ કરવાથી પણ મોંઢાની દુર્ગંધ દૂર થાય છે અને શ્વાસમાં તાજગી આવે છે. તમે લીમડાના પત્તા ચાવી પણ શકો છો.
લવિંગનું સેવન પણ તમારા શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આ સાથે લવિંગ પેટ માટે પણ ફાયદેમંદ છે. તમે લવિંગની ચા પણ પી શકો છો.
ઘણી વખત દાંતની વચ્ચે ખોરાકના કણ ફસાઈ જાય છે. જે મોંઢામાંથી આવતી દુર્ગંધનું કારણ બને છે. જેનાથી છૂટકારો મેળવવા માટે જમ્યા બાદ બ્રશ કરી શકો છો.
એન્ટી માઈક્રોબિયલ અને મેન્થોલના ગુણથી ભરપુર ફૂદીનાના પાન ચાવવાથી પણ શ્વાસમાં તાજગી આવે છે. તમે ફૂદીનાની ચા પણ પી શકો છો. આ સિવાય તમે ફૂદીનાના પાણીથી કોગળા કરો તો પણ શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.