આ લોકોએ ના ખાવી જોઇએ સૂકી બદામ


By Hariom Sharma19, Jul 2023 09:00 AMgujaratijagran.com

સૂકી બદામમાં ઘણા એવા ગુણકારી પોષકતત્ત્વો વધુ માત્રામાં હોય છે, જે ઘણા લોકો પચાવી શકતા નથી. સૂકી બદામ શરીરમાં વિષાત્ક પદાર્થોનું લેવલ વધારી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આવો જાણીએ કયા લોકોએ સૂકી બદામનું સેવન ના કરવું જોઇએ.

સ્થૂળતાથી પરેશાન

સૂકી બદામમાં હાઇ કેલેરી અને ઓઇલ હોય છે, જેના કારણે વજન વધવાની સંભાવના વધી શકે છે. જો કોઇ વ્યક્તિને વજન ઘટાડવાની જરૂર છે, તો તેણે સૂકી બદામનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઇએ.

બદામથી એલર્જી

કેટલાક લોકોને બદામથી એલર્જી હોઇ શકે છે, જેનાથી ત્વચામાં ખંજવાળ, ચકામા અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણોનો સામનો કરવો પડે છે. આમા બદામનું સેવન ના કરો અને એલર્જી લક્ષણોથી બચવા માટે ડોક્ટરની સલાહ લેવી.

ગેલસ્ટોનની સમસ્યા

કેટલાક લોકોને બદામના સેવનથી ગેલસ્ટોનની સમસ્યા વધી શકે છે. જો તમે પહેલાથી ગેલસ્ટોનની સમસ્યાથી પરેશાન છો, તો બદામના સેવનથી બચવું અને તેના વિશે ડોક્ટરની સલાહ લેવી.

પેટને લગતી સમસ્યા

ઘણા લોકોને પેટને લગતી સમસ્યા જેમે કે ઉલ્ટી, અપચો, પેટનો દુખાવો, એસિડિટી અને બ્લોટિંગ વગેરે સૂકી બદામના સેવનથી વધી શકે છે. આમા સૂકી બદામનું સેવન ના કરવું અને પેટને લગતી સમસ્યા થવા પર ડોક્ટરની સલાહ લેવી.

માથાનો દુખાવો અથવા નશો કર્યો હોય તો

નશો કરતાં લોકોએ બદામનું સેવન કરવાથી બચવું જોઇએ. ઘણા લોકોને વધુ બદામ ખાવાથી નશો થઇ શકે છે, જ્યારે તેની વધુ માત્રામાં સેવન કરવામાં આવે.

વરિયાળી અને મેથી ખાવાથી થાય છે આ 5 ફાયદા