વરિયાળી અને મેથી ખાવાથી થાય છે આ 5 ફાયદા


By Hariom Sharma18, Jul 2023 03:39 PMgujaratijagran.com

વરિયાળી અને મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે, પરંતુ આ બંને એક સાથે ખાવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભા થાય છે. આનાથી વજન ઘટવાની સાથે સાથે પાચન તંત્ર પણ તંદુરસ્ત રહે છે. આવો જાણીએ આ બંનેના ફાયદા વિશે.

ઈમ્યૂનિટી વધે છે

ઈમ્યૂનિટી વધારવા માટે તમે વરિયાળી અને મેથી બંને એક સાથે ખાઇ શકો છો. આમાં બીટા-કેરોટીન, એન્ટિઓક્સિડેન્ટ્સ અને વિટામિન સીની માત્રા હોય છે, જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વજન ઘટાડે

વજન ઘટાડવા માટે આ કોમ્બિનેશનને ટ્રાય કરી શકાા છે. આમાં ફાયબર હોય છે, જે ભૂખને લાંબા સમય સુધી કંટ્રોલ કરીને વજનને સરળતાથી ઘટાડે છે.

પેટ માટે ફાયદાકારક

વરિયાળી અને મેથીના દાણા પેટ માટે ઘણી રીતે ફાયદાકારક છે. આ પાચન તંત્રને તંદુરસ્ત રાખીને કબિજયાત, અપચો અને મળત્યાગમાં થતી સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે.

બ્લડ શુગર ઘટાડે

આ કોમ્બિનેશન બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવામાં પણ મદદ કરે છે. આમાં ફાયબરની સારી માત્રા હોય છે, જે કાર્બ્સની અવશોષણ ગતિને ધીમી કરીને બ્લડ શુગરને વધતા રોકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે

વરિયાળી અને મેથીનું કોમ્બિનેશન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. આને ખાવાથી એલડીએલ એટલે બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે, જેનાથી હાર્ટને લગતી બીમારીઓમાં ઘટાડો થાય છે.

શું ડાયાબિટીસમાં કેળા ખાવા જોઇએ?