ડાયાબિટીસના દર્દીઓએ ડાયેટનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘણા લોકોને એ સમસ્યા હોય છે કે ડાયાબિટીસના દર્દીઓએ કેળા ખાવા કે નહીં. આવો જાણીએ આ વિશે.
કેળા પોટેશિયમ, ફાયબર અને વિટામિન્સ જેવા ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો મર્યાદિત માત્રામાં કેળાનું સેવન કરી શકો છો. મર્ટાદિત માત્રામાં કેળા ખાવા ડાયાબિટીસમાં સુરક્ષિત ગણાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ પાકા કેળા ખાવા કરતાં કાચા કેળા વધુ ખાવા જોઇએ. પાકા કેળામાં સ્ટાર્ચ અને શુગરની વધુ માત્રા હોય છે, જે બ્લડ શુગર લેવલને વધારી શકે છે. આ માટે કાચા કેળા ખાવા વધુ ગુણકારી છે.
કેળામાં ફાયબરની માત્રા હોય છે, જે શરીરમાં કાર્બ્સને અવશોષણ કરવાની પ્રક્રિયાને ધીમી કરે છે, જેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો તમે મર્યાદિત માત્રામાં આનું સેવન કરો છો તો બ્લડ શુગર સરળતાથી મેનેજ થાય છે.
કેળા ખાવા એ દરેક વ્યક્તિના પોતાની શારીરિક ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. કેટલાક લોકોને કેળા ખાધા પછી તરત જ બ્લડ શુગર વધવા લાગે છે. ડોક્ટર પાસે બ્લડ શુગર ચેક કરાવીને કેળા કેટલા ખાવા તેની સલાહ લેવી.
જો તમારું બ્લડ શુગર લેવલ વધુ રહે છો તો કેળા વધુ ખાવાથી બચવું જોઇએ. કેળા ખાધા પહેલા ડોક્ટરની સલાહ લેવી.