ઓ લોકોએ ભૂલથી પણ કીવીનું સેવન ના કરવું જોઈએ


By Smith Taral20, Feb 2024 12:12 PMgujaratijagran.com

કીવી એક સ્વાદિષ્ટ ફળ છે, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે, કીવી ખાવાના કેટલાક ઘેરફાયદા પણ છે, અમુક લોકોએ કીવી ખાવાથી બચવું જોઈએ. આ સ્ટોરીમાં આપણે જાણીશું કેવી સ્થિતીમાં અને કયા લોકોએ કીવીના સેવનથી બચવું જોઈએ.

પોષકતત્વોથી ભરપૂર

કીવીમા ઘણા પોષકતત્વો રહેલા હોય છે. આમાં વિટામિન -કે સી, ઈ, ફોલેટ અને પોટેશિયમ જેવા ઘણા ન્યુટ્રીશ્યન્ટસ રહેલા હોય છે. આજે આપણે ડાયેટીશિયન ગરીમા ગોયલ પાસેથી જાણીશું કીવી ખાવાથી થતા નુકસાન વિશે.

એલર્જી

ઘણા લોકોને કીવીની એલર્જી હોય છે અને તે કીવી ખાઈ નથી શકતા અથવા તેમને વોમીટીગ થઈ જાય છે. જો તમને આવી કોઈ સમસ્યા કે પછી સ્કીનને લગતી કોઈ પણ સમસ્યા થતી હોય તો તમારે કીવીનું સેવન બંધ કરી દેવું જોઈએ.

પાચન તંત્ર

કીવીમા ફાઈબર અને પ્રોટીન રહેલું હોય છે, જે પાચનમાં તમને મદદ કરે છે. જોકે આનું વધું પડતું સેવન પેટની સમસ્યા વધારી શકે છે જેમકે ડાયેરીયા અને પેટમાં દુખાવો થવો.

સર્જરી પછી

જો તમારી સર્જરી થઈ હોય તો તમારે બે અઠવાડિયા પહેલા જ કીવી ખાવાનું બંધ કરી દેવુ જોઈએ. કીવી સર્જરી પછી કીવી ખાવાથી બ્લીડીગની સમસ્યા થઈ શકે છે.

ગર્ભવતી મહીલાઓ

ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી મહિલાઓને કીવીના સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

કીડનીના દર્દીઓ

જો તમને કીડનીને લગતી સમસ્યા હોય તો તમારે કીવી ખાવાથી બચવું જોઈએ. કીવીમાં ઓક્સીલેટ રહેલું હોય છે, માટે કીડની સ્ટોનની સ્થિતીમાં આ બિલકુલ ના ખાવું જોઈએ.

આવી સ્થિતીમા કીવીનું સેવન બિલકુલ ના કરવું જોઈએ. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો અને આવી હેલ્થ સંબધિત માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

Alert: સરગવા ખાવાથી શરીરને આ નુકસાન થઈ શકે છે