સવારમા આ 5 ડ્રીંકસનું સેવન કરો ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં કરશે મદદ


By Smith Taral13, Mar 2024 08:55 AMgujaratijagran.com

આપણે દિવસ દરમિયાન ઘણો તેલયુક્ત અનહેલ્ધી ખોરાક ખાતા હોઈએ છે, જેના કારણે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. આ કારણે બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. આ માટે તમે તમારા રૂટીન આ કેટલાક ડ્રીંકસ નું સેવન કરવું જોઈએ.

ગ્રીન ટી

ગ્રીન ટી પોલીફેનોલ્સ અને કેટેચીન્સથી ભરપુર હોય છે અને તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો રહેલા હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરવામાં મદદ કરે છે

બીટરૂટ અને ગાજરનો રસ

ગાજર, બીટમાં કેરોટીનોઇડ્સથી ભરપુર માત્રમા હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.

ટામેટાં

ટામેટામાં લાઇકોપીન નામનો ગુણ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

નારંગીના જ્યુસ

નારંગીના જ્યુસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે.

ચિયા સીડ્સ અને સોયા મિલ્ક

ચિયાના બીજને સોયા દૂધમાં સાથે ખાવાથી પુષ્કળ પ્રમાણમાં ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ મળી શકે છે. આ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી શકે છે

આ ડ્રીંક શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી શકે છે, . સ્વાસ્થ્ય સંબધિત આવા વધુ સમાચાર માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

ડાયેટીંગ અને કસરત કરવા છતા બેલી ફેટ ઓછુ કેમ નથી થતુ? જાણો આ કારણો