ડાયેટીંગ અને કસરત કરવા છતા બેલી ફેટ ઓછુ કેમ નથી થતુ? જાણો આ કારણો


By Smith Taral13, Mar 2024 08:30 AMgujaratijagran.com

ઘણીવાર એવું જોવા મળે છે કે આખું શરીર સ્લિમ રહે છે પરંતુ પેટની પાસે ચરબી જમા થાય છે. તે માટે લોકો અવનવા ઉપાયો અજમાવે છે છતા વજન ઓછુ થતુ નથી, આની પાછળ આ 8 આદતો છે જેના કારણે પેટની ચરબી ક્યારેય ઓછી થતી નથી. જાણો કઈ છે તે

રાત્રે ભોજન પછી મીઠું ખાવું

ખરેખર, ખાંડ ખાવાથી વજન વધે છે. પરંતુ જ્યારે તમે જમ્યા પછી મીઠાઈઓ ખાઓ છો તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે જેમા કેલરી વધુ હોય છે જે પેટની ચરબી વધારે છે

ખાવાની માત્રામાં ધ્યાન આપવું

તમે હેલ્ધી ફૂડ ખાઈ રહ્યા છો પરંતુ કેટલી માત્રામાં ખાવું તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. જ્યારે તમે વધુ પડતો હેલ્ધી ફૂડ ખાશો તો શરીરમાં ચરબી વધી શકે છે

સવારની ચાત

જો તમે સવાર ચાથી કરતા હોવ તો આ આદત તમારે છોડવી પડશે કારણ કે ખાલી પેટ ચા પીવાથી એસિડિટી વધે છે. તેની અસર આંતરડા પર થાય છે પાચન ખરાબ થાય છે.

મોડી રાત્રે જમવું

સાંજે સાત વાગ્યા પછી ખાવાથી શરીરની કુદરતી સર્કેડિયન રીધમમાં ખલેલ પહોંચે છે. જેથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને પેટમાં ચરબીની જેમ જમા થવા લાગે છે.

ઊંઘ છે જરુરી

રાત્રે લગભગ 7-8 કલાકની ઊંઘ શરીર માટે ખૂબ જ જરૂરી છે. ઓછી ઊંઘ પણ ચરબી વધવાનું કારણ બની શકે છે

સમયસર જમવું

એક સાથે બધું જમવાને બદલે દિવસ દરમિયાન થોડું થોડું ખાવુ. ઘણીવાર લોકો એકસાથે ખૂબ જ ખાઈ લે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ વધે છે અને પેટની ચરબી વધવા લાગે છે.

ગોળ અને દાળિયા ખાવાના ફાયદા