ગોળ અને દાળિયા ખાવાના ફાયદા


By Vanraj Dabhi12, Mar 2024 05:35 PMgujaratijagran.com

ગોળ અને શેકેલા ચણા

દરરોજ રાત્રે ગોળ અને શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર ગોળમાં આયર્ન,કેલ્શિયમ,ફોલેટ અને ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે તેમજ ચણામાં પ્રોટીન,ફાઇબર,મેંગેનીઝ અને વિટામિન B-6નો સારો સ્ત્રોત હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

સવારે ખાલી પેટે ગોળ અને ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

કબજિયાત

ખાલી પેટે ગોળ અને શેકેલા ચણા ખાવાથી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને કબજિયાતમાં રાહત આપે છે.

સ્નાયુઓને મજબૂત કરે

પ્રોટીન,પોટેશિયમ અને કાર્બ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર ગોળ અને દાળિયાનું સવારે ખાલી પેટે ગોળ અને ચણા ખાવાથી માંસપેશીઓ મજબૂત બને છે. જે સ્નાયુઓને મજબૂત બનાવે છે.

એનિમિયા અટકાવે છે

સવારે ખાલી પેટે ગોળ અને ચણા ખાવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય છે.તેમાં આયર્ન હોય છે, જે એનિમિયાને દૂર કરે છે.

હાડકા માટે ફાયદાકારક

કેલ્શિયમ,મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે,જે હાડકાંને મજબૂત બનાવે છે.

યાદશક્તિને તેજ કરે

ગોળ અને ચણા ખાવાથી યાદશક્તિ વધે છે.ચણામાં વિટામીન B6 હોય છે,જે મગજના કાર્યને સુધારે છે.

વાંચતા રહો

રાત્રે ગોળ અને શેકેલા ચણા ખાવાથી શરીરને આ બધા ફાયદા થાય છે.સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ ખોરાકને દૂધ સાથે ભેળવવું ના જોઈએ પાચન લગતી સમસ્યા થઈ શકે છે