અનહેલ્ધી લાઇફસ્ટાઇલને ફોલો કરવાથી હાર્ટ અટેક અથવા તો હાર્ટ સ્ટ્રોકનું જોખમ રહે છે. આપણા દ્વારા કરવામાં આવતી ભૂલો સ્ટ્રોકનું જોખમ બની શકે છે. આવો જાણીએ હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધારો કરતી કેટલીક ભૂલોના વિશે.
સ્મોકિંગના કારણે ધમનીઓમાં પ્લાક જમા થાય છે, જેનાથી ઓક્સિજન અથવા બ્લડ સપ્લાઇમાં અડચણો ઊભી થાય છે અને હાર્ટ અટેક અથવા તો હાર્ટ સ્ટ્રોકનું કારણ બની શકે છે.
સ્થૂળતા અથવા તો કોલેસ્ટ્રોલ વધુ હોવાથી સ્ટ્રોક અને હાર્ટ અટેકનું કારણ વધી જાય છે. એવી સ્થિતિમાં હાર્ટ સુધી બ્લડ સપ્લાઇ સારી રીતે થતું નથી જેનાથી સ્ટ્રોક આવી શકે છે.
ઘણાં લોકો ડાયાબિટીસ હોવા છતાં ખાવા-પીવામાં અને લાઇફસ્ટાઇલમાં બેદરકારી રાખે છે. જેના કારણે ડાયાબિટીસ અનિયંત્રિત થઇ શકે છે, અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો વધી શકે છે
અમેરિકન હાર્ટ અસોસિએશન પ્રમાણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન રહે તો પણ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. જો તમને હાયપરટેન્શનની પ્રોબ્લેમ છે તો આ કંટ્રોલ કરો.
વધુ સ્ટ્રેસ લેવાથી કોલેસ્ટ્રોલ, સ્થૂળતાની સાથે સાથે બ્લડ પ્રેશર પણ વધે છે. જેનાથી હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. આનાથી બચવા માટે તણાવથી દૂર રહો.
વધુ બેસવાની આદતથી શરીરની મુદ્રા ખરાબ થાય છે સાથે જ બ્લડ સર્કુલેશનમાં પણ પ્રોબ્લેમ આવે છે, જે ઘણી વખત હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે. આનાથી બચવા માટે એક જ સ્થિતિમાં વધુ સમય સુધી ના બેસવું જોઇએ.