ગરમ પાણી દ્વારા ચહેરો ધોવાથી થઇ શકે છે આ નુકસાન


By Hariom Sharma13, Aug 2023 07:29 PMgujaratijagran.com

ઘણાં લોકો ગરમ પાણીથી ચહેરો ધોતા હોય છે,આવું કરવાથી ત્વચાને નુકસાન પહોંચી શકે છે. ગરમ પાણીના વધુ ઉપચોગથી સુંદરતાને પણ અસર કરે છે અને સ્કિન ડ્રાય પડે છે. આવો જાણીએ આનાથી થતાં નુકસાન વિશે.

ડ્રાઇ સ્કિન

ગરમ પાણીથી ચહેરો ધોવાથી ત્વચામાં રહેલું નેચરલ ઓઇલ ઓછું થવા લાગે છે, જેનાથી ત્વચા ડ્રાઇ થવા લાગે છે. આવામાં ઘણી વાર ખંજવાળ પણ આવી શકે છે.

પિગમેન્ટેશન

ગરમ પાણથી ફેસ ધોવાની આદત પિગમેન્ટેશનનું કારણ બની શકે છે. ગરમ પાણી ત્વચાની મેલાનોસાઇટ સેલ્સને સક્રિય કરી શકે છે, જેનાથી ત્વચાના રંગને થીક કરીને પિગમેન્ટેશનમાં ફેરવે છે.

રેડનેસ

ગરમ પાણીથી ચહેરો ધોવાથી રેડનેસ આવી શકે છે. ગરમ પાણી ઘણી વાર છીદ્રો પર પડવાના કારણે ત્વચા પર નિશાન અથવા તો રેડનેસ જેવી સમસ્યા થઇ શકે છે.

ખંજવાળ

જો તમે દરરોજ નિયમિત ગરમ પાણીથી ચહેરો ધોવો છો તમારી ત્વચા શુષ્ક થવાની સાથે ખંજવાળ આવવાનો અનુભવ પણ થઇ શકે છે.

ચહેરાની ચમક ઓછી થાય છે

આ આદત ત્વચાની ચમક ઓછી કરી શકે છે. એવામાં કોલેજલ અને સીબમનું ઉત્પાદન ઓછું થવા લાગે છે. જેનાથી ત્વચાનો ગ્લો પણ ઓછો થાય છે.

બોડી ડિટોક્સ કરવા માટે પીવો આ 6 પ્રકારના પાણી