IVF એ એક પ્રકારની ટેકનોલોજી છે જે પ્રાકૃતિક રીતે બાળકને જન્મ નથી આપી શકતા તેમને મદદ કરે છે. 1978માં સૌ પ્રથમ વાર IVF બેબી લુઇજા બ્રાઉનનો જન્મ થયો હતો. આવો જાણીએ IVF સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.
1978માં બ્રિટિશ ડોક્ટર્સ પોલ સ્માલસ અને પોલિનનના સંયુક્ત પ્રયાસ દ્વારા દુનિયાનું પ્રથમ IVF બેબીનો જન્મ થયો હતો, જેનું નામ લુઇજા બ્રાઉન હતું. આ થયાના 67 દિવસ પછી કોલકાતાના ડો. સુભાષ મુખોપાધ્યાયએ ભારતની પહેલી ટેસ્ટ ટ્યૂબ બેબીને જન્મ આપ્યો હતો, જેનું નામ કનુપ્રિયા અગ્રવાલ છે.
IVFનો અર્થ થાય છે, In Vitro Fertilization, જેમાં (In Vitro) લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે વાટકીમાં અને Fertilizationનો અર્થ થાય છે, ગર્ભાધાન એટલે ગર્ભ ધારણ કરવું. આ ટેક્નોલજી એ કપલ માટે બનાવવામાં આવી છે જેમને કુદરતી રીતે ગર્ભ ધારણ કરવામાં સમસ્યા થાય છે.
IVFની સફળતા અલગ અલગ કારણો પર નિર્ભર કરે છે, જેમ કે મહિલાની ઉંમર, શારીરિક સ્વાસ્થ્ય, ગર્ભાશયનું સ્વાસ્થ્ય. સ્વસ્થ મહિલાઓમાં અંદાજે 40થી 50 ટકા સફળતા રહે છે.
જો તમે IVFથી બાળક પ્લાનિંગ કરી રહ્યા છો તો, બેસ્ટ સેલર બુક અ ચાઇલ્ડ ઇન ટાઇમ (A Child In Time) તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબીત થઇ શકે છે. આ બુક પર 2017માં એક ફિલ્મ પણ બની છે, જેનું ટાઇટલ પણ આ જ નામે છે.
IVF ટ્રીટમેન્ટમાં કોઇ વિશ્વાસુ ડોક્ટરની સલાહ લેતા રહો. સમયસર ડોક્ટરની પાસે જઇને પ્રોગ્રેસનું ચેકઅપ અને ડોક્ટરે સૂચવેલી વાતોનું પાલન ચોક્કસ કરવું જોઇએ.