માર્કેટમાં ઘણાં એવા ફૂડ પેકેટ મળે છે જે દાવો કરે છે એ એકદમ હેલ્ધિ છે, પરંતુ તેમાં ઘણાં એવી વસ્તુઓ હોય છે જે આપણને લાંબા ગાળે બીમાર કરી શકે છે.
આજે આપણે કેટલા એવા પ્રોડક્ટ્સ વિશે જાણીશું જેને હેલ્ધિ માનવામા આવે છે, પણ ખરેખરમાં એ અનહેલ્ધિ છે.
ડાયેટ ખાખરા આજકાલ માર્કેટમાં ઘણાં ચાલી રહ્યાં છે. ડાયટીંગ કરતા લોકો આને ખાવાનુ પસંદ કરે છે, જોકે આ ખાવામાં માટે સારા નથી, આમાં મોટી માત્રામાં કેલરીઝ હોય છે.
તમે બ્રેકફાસ્ટમાં તમે સિરિયલ ખાધા હશે, ઘણાં લોકો આને દૂધ સાથે ખાતા હોય છે. આ સિરિયલ હેલ્ધિ કરતા અનહેલધિ વધારે હોય છે, આમ મોટા પ્રમાણમાં ખાંડ જ ખાંડ હોય છે.
ઘણાં લોકો સવારમાં બાળકોને દૂધમાં પાઉડર નાખીને બ્રેંકફાસ્ટમાં આપતા હોય છે. વીટામીન અને DHA થી ભરપુર માનવામા આવતા આ ડ્રીંક ખરેખરમાં અનહેલધિ હોય છે, જેમાં ખાંડનું પ્રમાણ ખૂબ હોય છે.