વધુ પડતા તણાવના કારણે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડિસઓર્ડરની સમસ્યા થઈ શકે છે. તણાવના કારણે પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
વધુ પડતા તણાવમાં રહેવાના કારણે બ્લડપ્રેશરની સમસ્યા થવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર છે.
તણાવના કારણે ઓછી ઉંઘ આવવાની સમસ્યા થવા લાગે છે, જે ગંભીર થવા પર ડિપ્રેશનનું સ્વરુપ ધારણ કરી શકે છે.
વધુ પડતો તણાવ તમારો આત્મવિશ્વાસ ઘટાડી શકે છે. તમે જાતે નિર્ણય લેવા અસમર્થ થઈ જાઓ છો.
તણાવના કારણે તમને ભૂખ જ નથી લાગતી. શરીરમાં ઉર્જાની ઉણપ અનુભવાય પણ કઈ પણ ખાઈ ન શકો.