શરદી-તાવની દવા બાળકોને આપતા પહેલા અમુક વાતનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ બાબત...
શરદી-તાવની દવા ડોક્ટર દ્વારા અપાઈ હોય તે દવા પરની સૂચનાઓ પહેલા વાંચી લેવી જોઈએ. જે બાળકને ઝડપથી સાજા કરવામાં મદદ કરશે.
બાળક બીમાર થતા માતા-પિતા ચિંતિત થઈ જાય છે. પણ જો દવા આપતી વેળાએ ઉંમર પ્રમાણે દવા નહીં આપો તો તેની અવળી અસર થઈ શકે છે.
બાળકોની દવા હંમેશા પ્રવાહી સ્વરૂપે જ હોય છે. ડોક્ટરની સલાહ મુજબ દવા માપીને આપવી.
15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એસ્પિરિન કે એસ્પિરિનયુક્ત દવા ન આપો. તે બીમારી વધારી શકે છે.
બાળકોની બીમારી તાત્કિલિક મટાડવા માટે માતા-પિતા બાળકને એક સાથે ઘણી દવાઓ આપે છે. આવું ન કરવું તેની અવળી અસર પડી શકે છે.