વધારે પડતાં પ્રોટીનથી શરીરમાં એસિડિટી બનવા લાગે છે. એટલે જ મર્યાદિત માત્રામાં પ્રોટીનનું સેવન કરવું.
હાડકાંઓને લાંબા સમય સુધી મજબૂત રાખવ માટે કાર્બોનેટેડ પદાર્થોનું સેવન ખૂબ જ ઓછું કરવું જોઇએ.
એસિડિટીની દવાઓનો ઉપયોગ ઓછો કરવો. આનાથી શરીરને ખનિજ પદાર્થોને શોષવામાં ઘણી જ મુશ્કેલી પડે છે.
હાડકાંઓને મજબૂત રાખવા મટે કૈફીનથી દૂર રહો. કૈફીનનું સેવન વધારે પડતું કરવાથી હાડકાંઓ પર અસર થાય છે.
હાડકાંઓને મજબૂત બનાવવા માટે વિટામિન-ડીની જરૂર પડે છે. જેમાં વિટામિન- ડી વધુ હોય તેવી વસ્તુઓનું સેવન વધુ કરવું.
હાડકાં તેમજ સ્વાસ્થ્યને મજબૂત રાખવા માટે તણાવથી દૂર રહો. સ્ટ્રેસથી કોર્ટિસોલ હોર્મોન વધવા લાગે છે.