રાત્રે ધાણાનું પાણી પીવાથી દૂર થશે પેટના આ 5 રોગ


By Hariom Sharma27, Sep 2023 05:46 PMgujaratijagran.com

ધાણામાં ઘણા એવા ગુણકારી પોષકતત્ત્વો રહેલા છે, જે પેટને લગતી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ રાત્રે ધાણાનું પાણી પીવાથી દૂર થતી સમસ્યા વિશે.

એસિડિટીની સમસ્યા

ધાણાના પાણીમાં રહેલું અન્યોનિક કમ્પાઉન્ડથી તમારા પેટની એસિડિટી ઘટવા લાગે છે, જેનાથી પેટને ઠંડક મળે છે. એસિડિટી અથવા હાર્ટ બર્નની સમસ્યા થવા પર રાત્રે ધાણાના પાણીનું સેવન ફાયદાકારક હોય છે.

પેટમાં ગેસ

ધાણાના પાણીનું સેવન પાચન પ્રક્રિયાને સુધારો કરે છે, જેનાથી પેટમાં ગેસની સમસ્યા ઘટવામાં મદદ મળે છે. ગેસની સમસ્યા થવા પર ધાણાના પાણીનું સેવન ફાયદાકારક હોય છે.

વજન ઘટાડે

ધાણાના પાણીમાં વિટામિન્સ, મિનરલ્સ અને ટોક્સિન્સ ક્લિજિંગ ગુણ હોય છે, જે શરીરમાં રહેલી ચરબી અને ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. સ્થૂળતાથી પરેશાન લોકો માટે ધાણાનું પાણી રામબાણ સમાન છે.

કબજિયાતથી છુટકારો

ધાણાનું પાણી તમને કબજિયાતની સમસ્યાથી દૂર કરવામાં મદદ કરે છે. આ પાણીણાં ઘણા એવા ગુણકારી તત્ત્વો રહેલા હોય છે, જે કબજિયાત અને પેટમાં થતાં બળતરાની સમસ્યાથી રાહત અપાવે છે.

અપચાની સમસ્યા

ધાણાના પાણીનું સેવન પાચન પ્રક્રિયાને સુધારીને અપચો ઘટાડે છે. આ પાણીના નિયમિત સેવનથી તમારા પેટમાં થતાં બળતરા અને અન્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

આ 5 કસરત કરવાથી માખણની જેમ ઓગળવા લાગશે કમરની ચરબી